કોઇ રાજ્યમાં રાજા ફરવા નીકળ્યા. એક જગ્યાએ એક સૈનિકને રસ્તા પર ઉભેલો જોયો તેથી તેને બોલવી પુછ્યું કે તું અહીં શું કરે છે? તેણે કહ્યું કે ચોકી કરું છું. રાજાએ પુછ્યું શાની? તો તેણે કહ્યું કે તેને ખબર નથી. આથી રાજાએ તેના ઉપરીને બોલાવી પુછ્યું. ઉપરીએ કહ્યું કે આ જગ્યા ચોકીદારી માટે પહેલેથી નક્કી કરેલી છે, પણ શા માટે તે ખબર નથી. રાજાએ મુખ્ય પ્રધાન સુધી બધાને પુછ્યું પણ કોઇને ખબર ન હતી. ત્યાં વર્ષોથી ચોકીદાર ચોકી કરતો અને આજે પણ કરે છે.
રાજાએ પુરા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે શું કોઇને ખબર છે કે આ ચોકીદાર આ જગ્યાએ શા માટે કે શાની ચોકી કરે છે? છેવટે એક ૯૦ વર્ષના માજી રાજા પાસે આવ્યા અને કહ્યું કે એક દિવસ તમારા દાદા અને તેમના નવા પત્ની ત્યાંથી પસાર થતા હતા અને ત્યાં એક ફુલનું ઝાડ ઉગેલું હતુ. નવા રાણીને તે ફુલ ગમી ગયાં તેથી રાજાને વાત કરી કે આ ઝાડની રક્ષા કરો અને તેને પાણી પાવાનો પ્રબંધ કરો. આથી તે રાજાએ ત્યાં એક ચોકીદાર ઉભો રાખી દીધો. ઝાડ પણ જતું રહ્યું, રાજા પણ જતા રહ્યા અને રાણી પણ જતા રહ્યા પરંતુ ચોકીદાર એક પછી એક નવા ત્યાં મુકાતા ગયા.
સાર: રિવાજ અને કાયદા કોઇ કારણસર બને છે પરંતુ પેઢી દર પેઢી તેનું મૂળ કારણ ભુલાતું જાય છે અને આંધળુકિયા અનુકરણ થાય છે.
[Source: swadhyay pravachan]

No comments yet
Comments feed for this article